Arrow icon
October 13, 2021
U GRO કેપિટલ અને કિનારા કેપિટલે કો-ઓરિજિનેશન પાર્ટનરશિપની જાહેરાત કરી

  • કિનારા કેપિટલે એના પ્લેટફોર્મને U GROના ગ્રો એક્સ-સ્ટ્રીમ પ્લેટફોર્મ સાથે જોડાણ કર્યું
  • U GRO એમએસએમઇને જામીનમુક્ત રૂ. 100 કરોડની લોન આપવા કટિબદ્ધ

  મુંબઈ, 13 ઓક્ટોબર, 2021: લઘુ વ્યવસાયોને ધિરાણ કરવા એમએસએમઇ પર કેન્દ્રિત ફિનટેક પ્લેટફોર્મ U GRO કેપિટલ અને સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતા ફિનટેક કિનારા કેપિટલે આજે ભારતમાં લઘુ વ્યવસાયના ઉદ્યોગસાહસિકોને જામીનમુક્ત બિઝનેસ લોન્સ ઓફર કરવા વ્યૂહાત્મક કો-ઓરિજિનેશન પાર્ટનરશિપની જાહેરાત કરી હતી. સંયુક્તપણે બંને કંપનીઓ નાણાકીય વર્ષ 2021-22ના અંત સુધીમાં ઉત્પાદન, ટ્રેડિંગ અને સેવા ક્ષેત્રોમાં કાર્યરત એમએસએમઇને રૂ. 100 કરોડની લોન આપવાની યોજના ધરાવે છે.

  કો-ઓરિજિનેશન સમજૂતી કિનારા કેપિટલના સ્માર્ટ ટેકનોલોજી પ્લેટફોર્મ સાથે APIs મારફતે U GROના એનાલીટિકલ ડેટા સંચાલિત નિર્ણય અને સંકલનનો ઉપયોગ કરશે. એઆઇ/એમએલ આધારિત નિર્ણય અને અંડરરાઇટિંગ અનુભવના વર્ષોના અનુભવ સાથે કિનારા કેપિટલ એમએસએમઇ ઉદ્યોગસાહસિકને 24 કલાકની અંદર લોનની અરજીથી લઈને લોન મંજૂરી અપાવી શકે છે. ટિઅર 1થી 3 શહેરોમાં 300થી વધારે પિનકોડમાં કાર્યરત એમએસએમઇને આ પાર્ટનરશિપનો લાભ મળશે, જ્યાં કિનારા અત્યારે કાર્યરત છે. અત્યારે કિનારા આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાણા અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના શહેરી, અર્ધશહેરી અને શહેરોની આસપાસના વિસ્તારોમાં કાર્યરત છે.

  આ જોડાણ U GRO કેપિટલના ગ્રો એક્સ-પ્લેટફોર્મ દ્વારા શક્ય બન્યું છે, જે એપીઆઈ-સંચાલિત છે અને ફિનટેક, પેમેન્ટ પ્લેટફોર્મ્સ, એનબીએફસી, નીયોબેંકો, માર્કેટ પ્લેસીસ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ માટે અતિ કસ્ટમાઇઝ કરી શકાય એવું ટેકનોલોજી પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ મારફતે U GRO એમએસએમઇ લોન્સ સાથે સંકલન કરશે તથા મોટી બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે સહ-ધિરાણ પણ કરશે. કંપનીએ વિવિધ પાર્ટનર્સ સાથે 15થી વધારે કો-ઓરિજિનેશન પાર્ટનરશિપ કરી છે.

  સંયુક્તપણે U GRO કેપિટલ અને કિનારા કેપિટલનો ઉદ્દેશ સેંકડો લઘુ વ્યવસાય ઉદ્યોગસાહસિકો માટે ઔપચારિક ધિરાણને સરળતાપૂર્વક સુલભ કરવાનો છે, જેમને વ્યવસાયની વૃદ્ધિ માટે ધિરાણની જરૂર છે.

  U GRO કેપિટલના એક્ઝિક્યુટિવ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી શચિન્દ્ર નાથે કહ્યું હતું કે, “અમે એમએસએમઈ ધિરાણની સમસ્યાનું સમાધાન કરવાના અમારા વિઝનને સાકાર કરવા કિનારા કેપિટલ સાથે પાર્ટનરશિપ કરીને ખુશ છીએ. અમે માનીએ છીએ કે, ફિનટેક સાથે કો-ઓરિજિનેશન એમએસએમઇની નાણાકીય સર્વસમાવેશકતા હાંસલ કરવા સૌથી અસરકારક માધ્યમો પૈકીનું એક છે, જેણે અમને અમારા ટેકનોલોજી પ્લેટફોર્મ ‘ગ્રો એક્સ-સ્ટ્રીમ’ ડિઝાઇન કરવા પ્રેરિત કર્યા છે, જેણે આ પ્રકારના આવશ્યક જોડાણને શક્ય બનાવ્યું છે. અમે કિનારા કેપિટલ સાથે લાંબા ગાળાના સંબંધો માટે આતુર છીએ તથા એમએસએમઈને વૃદ્ધિ કરવા ટેકો આપવાના અમારા સામાન્ય ઉદ્દેશ માટે કામ કરીશું.”

  કિનારા કેપિટલના સ્થાપક અને સીઇઓ હાર્દિકા શાહે કહ્યું હતું કે, “અમને U GRO કેપિટલ સાથે કામ કરવાની ખુશી છે, કારણ કે તેઓ ભારતના લઘુ વ્યવસાય ઉદ્યોગસાહસિકો પર ધ્યાન કેન્દ્રિત કરવા જેવું સમાન મૂલ્ય ધરાવે છે. એક પાર્ટનર તરીકે U GROએ એના ધિરાણ અને ટેકનોલોજી સાથે એમએસએમઇ ક્ષેત્રને સરળ ધિરાણ આપવા અમારી સાથે જોડાણ કરવાની કટિબદ્ધતા પ્રદર્શિત કરી છે. એની સ્થાનિક અને રાષ્ટ્રીય અર્થતંત્ર પર તાત્કાલિક અસર થશે તથા રોજગારીનું સર્જન આવશ્યક છે, કારણ કે વ્યવસાયો ફરી ઊભા થઈ રહ્યાં છે અને ચાલુ વર્ષે વૃદ્ધિના માર્ગે અગ્રેસર છે.”

  આ કો-ઓરિજિનેશન પાર્ટનરશિપનો ઉદ્દેશ ઉદ્યોગસાહસિકો માટે સાતત્યપૂર્ણ પ્રક્રિયા જાળવવાનો ઉદ્દેશ ધરાવે છે. એમએસએમઇને કિનારા કેપિટલમાં એકવાર સીધી અરજી કરવી પડશે અને પછી તેઓ કિનારાના પ્રતિનિધિ સાથે ફોન પર કે વ્યક્તિગત રીતે ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરી શકે છે. એકવાર મંજૂરી મળ્યા પછી લોનના મંજૂર ડોક્યુમેન્ટમાં U GRO અને કિનારા કેપિટલ એમ બંનેનું નામ સામેલ હશે. ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપવાની કામગીરી કિનારા કેપિટલ કરશે, જે પ્રાદેશિક ભાષામાં સંપૂર્ણ સપોર્ટ આપશે અને વૃદ્ધિ માટે બિઝનેસ ટિપ્સ સાથે ફ્રી ડિજિટલ વર્કશોપની સીરિઝ સ્વરૂપે વધારાનો સપોર્ટ આપશે.

  એમએસએમઇ માટે 12થી 60 મહિનાની મુદ્દત માટે રૂ. 1 લાખથી રૂ. 30 લાખ સુધીની લોન ઉપલબ્ધ થશે. કાર્યકારી મૂડી, કિનારા કેપિટલમાંથી સીધી એસેટની ખરીદી માટે ધિરાણ મળી શકશે તેમજ મહિલા-સંચાલિત વ્યવસાયોને હરવિકાસ પ્રોગ્રામ સાથે ઓટોમેટિક, અપફ્રન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

  કિનારા 7 રાજ્યોમાં 110 શાખાઓ ધરાવે છે અને લઘુ વ્યવસાય ઉદ્યોગસાહસિકોને 60,000થી વધારે જામીનમુક્ત લોન આપી છે. કિનારાની નાણાકીય સર્વસમાવેશકતાની કટિબદ્ધતાની સામાજિક અસરથી ઉદ્યોગસાહસિકો માટે રૂ. 700 કરોડથી વધારે આવક થઈ છે અને ભારતમાં સ્થાનિક અર્થતંત્રોમાં 250,000થી વધારે રોજગારીઓનું સર્જન થયું છે.

  U GRO અત્યારે 9 રાજ્યોમાં 34 શાખાઓ ધરાવે છે. એનો ઉદ્દેશ નાણાકીય વર્ષ 2021-22 સુધીમાં શાખાનું નેટવર્ક વધારીને 100 કરવાનો અને આગામી 4 નાણાકીય વર્ષમાં 250,000 એમએસએમઇ સુધી પહોંચવાનો છે.

  Written by
  • Tags
  • #colending
  • #financialinclusion
  • #India
  • #KinaraCapital
  • #MSMEs
  • #partners
  • #TeamKinara
  • #UGro

  You may also like

  January 3, 2022

  Easing Liquidity Crunch for Mid-Sized and…

  Read More

  In an exclusive article for ET BFSI, our Founder and CEO Hardika Shah talks about NBFC lending amidst the pandemic, regulations in the sector and various measures taken during the year.

  Read More
  December 11, 2021

  MPW: Why Women Remain a Minority…

  Read More

  In an interaction with Business Today, our Founder and CEO Hardika Shah talks about her experience as the founder of Kinara and gender equality in startup ecosystem

  Read More